Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ પોઝીટીવ : પ્રાંતિજની મહિલા અને તલોદના બોરિયા બેચરાજીના યુવકનો રિપોર્ટ પોઝીટીવ : જિલ્લામાં કુલ કેસ 159 થયા

સાબરકાંઠા જિલ્લામાં આજે  નવા બે  કોરોનાના કેસ સામે આવ્યા જેમાં પ્રાંતિજ શહેરની ૪૬ વર્ષિય મહિલા તેમજ તલોદ તાલુકાના બોરીયા બેચરાજી ગામનો ૩૫ વર્ષિય યુવકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કુલ ૧૫૯ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૧૮ દર્દી કોરોના મુક્ત થયા છે. જયારે ૬  કોરોના દર્દીના દુ:ખદ મૃત્યુ થયા હતા. હાલમાં ૩૫ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે.

(9:09 pm IST)