Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં 540 પ્રોફેસરોની જગ્યાઓ ખાલી:યુજીસીએ ભરતી માટે સરકારને આપ્યો આદેશ

100 દિવસમાં ભરતી પૂર્ણ કરવા કેસીજીને સરકારની તાકીદ

અમદાવાદ : ગુજરાતમાં સરકારી યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોમાં છેલ્લાં લાંબા સમયથી પ્રોફેસરોની જગ્યા ખાલી છે. લગભગ 540 જેટલાં પ્રોફેસરોની જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાને તાત્કાલીત ધોરણે ભરવા માટે યુસીજીએ રાજ્યની તમામ યુનિવર્સિટીઓને કોલેજોમાં પ્રોફેસરોની ભરતી કરવા આદેશ કર્યો છે.

   યુજીસીના આદેશ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે અને રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં ભરતી કરવાની કામગીરી કેસીજીને સોંપવામાં આવી છે. 100 દિવસમાં ભરતી પૂર્ણ કરવા કેસીજીને તાકીદ કરવામાં આવી છે.

(11:46 pm IST)