Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

જલાલપોરના તવડી ગામની સીમમાં બાતમીના આધારે આખલાને કતલખાને લઇ જતો ટેમ્પો ઝડપાયો

જલાલપોર:નાં તવડી ગામની સીમમાંથી બાતમી આધારે ગૌરક્ષકોએ ચોરીના આખલાને બેહોશ કરી ટેમ્પામાં ભરીને કતલખાને લઇ જતાઅટકાવતા તેમના ઉપર કુહાડી અને પથ્થરોથી હુમલાનો પ્રયાસ થતાં ચકચાર મચી છે. પોલીસને જાણ કરવા છતાં દોઢ કલાક સુધી પોલીસ નહીં પહોંચતા રોષે ભરાયેલા ગૌરક્ષકોએ આખલો ભરેલો ટેમ્પો  ડી.એસ.પી. કચેરીની સામે લાવીને મુકી દીધો હતો. હુમલાખોર બે શખ્સો ટેમ્પો મુકી ભાગી ગયા હતા. નવસારીનાં ગૌરક્ષકોને બાતમી મળી હતી કે, ઉભરાટ ગામેથી કેટલાંક લોકો ગૌવંશની ચોરી કરીને તેને ટાટા એસ  (છોટાહાથી) ટેમ્પો (નં. જીજે-૧૯-વી- ૦૭૫૭)માં ભરીને ડાભેલ ખાતે કસાઇને આપવા લઇ જનાર છે. જે આધારે ગૌરક્ષકો સાજન ભરવાડ, રમેશ  ચુડાસમા, સુરેશ પુરોહિત, નવીન ચુડાસમા, નરેશ પુરોહિત વગેરેએ સાગરા ગામના રેલવે ફાટક પાસે વોચ ગોઠવી હતી. ટેમ્પો આવતા તેને ગૌરક્ષકોએ અટકાવવા જતાં ટેમ્પો ચાલકે તેને પૂરપાટ ઝડપે ભગાવી મુક્યો હતો અને તવડી ગામના ખેતરાડીમાં ટેમ્પો ઉતારી દઇ ગૌરક્ષકો પર પથ્થરો અને કુહાડાથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગૌરક્ષકોની વધુ સંખ્યા જોઇને  બંને ભાગી છુટયા હતા.
 

(4:22 pm IST)