Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

કરજણ નજીક સિદ્ધાર્થ પેટ્રોલ પંપ પર ભેળસેળ થવાની ફરિયાદ

કરજણ:નજીક સિધ્ધાર્થ પેટ્રોલપંપ પર પેટ્રોલમાં ભેળસેળ હોવાની ફરિયાદ આધારે માપણીદારે લીધેલા સેમ્પલો બાદ વેચાણ બંધ કરાયાનું જાણવા મળે છે. તપાસ કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમજ ભેળસેળિયા જથ્થાના નિકાલ બાદ આઇઓસીના સેલ્સમેનની સૂચના મુજબ પુનઃ વેચાણ શરૃ કરવા સંચાલકને સૂચના અપાશે. કરજણ નજીક સિધ્ધાર્થ પેટ્રોલ પંપ તા.૨૯ના રોજ બોટલ લઇને ગયેલા ગ્રાહકે રૃા.૪૦ નું પેટ્રોલ લીધા બાદ ગણતરીની મિનિટોમાં પેટ્રોલનો કલર બદલાતાં ગ્રાહકને શંકા ગઇ હતી. મામલતદાર કચેરીમાંથી સર્કલ તપાસ અર્થે આવ્યા હતા અને સેમ્પલો લીધા હતા. લગભગ એક ડઝન જેટલા સેમ્પલો લેબોરેટરી ટેસ્ટીંગમાં મોકલાય છે. ફરિયાદી ગ્રાહકે ધ્યાન દોર્યા પહેલા ૫૦૦ લીટરનો જથ્થો વાહનોમાં ભરાયાનું જાણવા મળે છે. પેટ્રોલમાં ૮૦ ટકા પાણી અને ૨૦ ટકા પેટ્રોલ ને રેસીયો પ્રથમ દ્રષ્ટિએ જણાતો હતો. પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલની એક ટાંકી છે. અને નોઝલ-બે છે એકમાં રેગ્યુલર પેટ્રોલ આવતું હતું. જ્યારે બીજી નોઝલમાં પાણી વાળું પેટ્રોલ આવતું હતું.

 

(4:21 pm IST)