Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

આણંદ-ઢેબાકુવા સીમમાંથી લોકલ ક્રાઇમ બ્રાંન્ચે જુગાર રમતા 7 શખ્સોને ઝાંગે હાથે ઝડપ્યા

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને વિદ્યાનગર પોલીસે અનુક્રમે આણંદ અને વલાસણ પાસે આવેલા ઢેબાકુવા પાસે છાપો મારીને સાત શખ્સોને જુગાર રમતાં ઝડપી પાડીને ૭૦૭૦ની રોકડ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી પોલીસે અંબાજી મંદિર પાસે છાપો મારીને સહીદખાન અલ્લાઉદ્દીનખાન પઠાણ અને સાહેલમહંમદ સલીમમીંયા શેખને વરલી મટકાનો જુગાર રમી-રમાડતાં ઝડપી પાડીને ૧૬૦૦ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી જ્યારે વિદ્યાનગર પોલીસે વલાસણ તાબેની ઢેબાકુવા સીમમાં છાપો મારીને ગણપતભાઈ નાગરભાઈ મિસ્ત્રી, તેજભાનસિંહ રામસેવકભાઈ યાદવ, અજયકુમાર ભાનુસિંહ વાઘેલા, વિનોદભાઈ મણીભાઈ પટેલ, ગોરધનભાઈ મંજીભાઈ કોળી પટેલને ઝડપી પાડીને પત્તા પાના તેમજ રોકડા ૫૪૭૦ની રોકડ જપ્ત કરી હતી. 

(4:20 pm IST)