Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

રૂપાણી સરકાર ખેડૂતોને ખુશ કરશે : સૂર્ય ઉર્જા સહિતની યોજનાઓ આવે છે

ધરતીપૂત્રોને વીજળીની ખેંચમાંથી મુકિત મળશે અને વધારાની વીજળી વેંચીને કમાવવાની તક મળશે

રાજકોટ તા. ૨ : ગુજરાતની રૂપાણી સરકાર જળ અભિયાનથી પરવાર્યા બાદ હવે ખેડૂતો માટેની યોજના બનાવવામાં લાગી છે. લોકસભાની ચૂંટણી પહેલા યોજના અને રાહતોથી ખેડૂત વર્ગને સરકાર ખુશ કરવા માંગે છે. સૂર્ય પ્રકાશ આધારિત વીજળીની યોજના (સોલાર પંપ)ની ધમાકેદાર તૈયારી ચાલી રહી છે.

સરકારે કરવા ધારેલી સૂર્ય ઉર્જા યોજનાથી ખેડૂતો ખેતરમાં જ વીજળી ઉત્પાદન કરી શકશે. ખેતી માટે અપૂરતી અને અનિયમિત વીજળી મળવાની સમસ્યાનો હલ થઇ જશે. વીજતંત્ર સાથેની વહીવટી કડાકૂટમાંથી છુટકારો થશે. ખેડૂતો પોતાનાજ આંગણે ઇચ્છીત માત્રામાં વીજળી મેળવી શકશે. જે ખેડૂતો સૂર્ય ઉર્જાનું વીજળીમાં રૂપાંતર કરવા માટેના મોટા યુનિટ વસાવે તેની જરૂર સિવાઇની વધારાની વીજળી સરકારને વેંચીને કમાવવાની તક મળશે. સરકાર ખેડૂતોને બેવડો લાભ આપવા માંગે છે. સૂર્ય ઉર્જા માટે જરૂરી સાધનો વસાવવા સરકારની સહાય મળશે. નીતિ - નિયમો ઘડવા માટે રાજ્ય કક્ષાએ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સરકારની કલ્પના મુજબ યોજના સફળ થાય તો ખેડૂતોને અને સરકારને બન્નેને ફાયદો થશે. સૌર ઉર્જાના ઉપયોગના કારણે હાલની વીજળીના વપરાશમાં ઘટાડો થશે. જુલાઇ સમગ્ર યોજના ધમાકેદાર રીતે પ્રસ્તુત કરવાની સરકારની ગણતરી છે.

(12:05 pm IST)