Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

વડોદરાની ગોલ્ડન ચોકડીએ કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત

રોડ પે ઉભેલી ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘસી જતા અકસ્માત સર્જાયો ;હાઇવે પર ટ્રાફિક જામ

વડોદરાની ભાગોળે આવેલ ગોલ્ડન ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જતાં એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજ્યાં છે.

  મળતી માહીતી મુજબ વડોદારના ગોલ્ડન ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગોલ્ડન ચોકડીપાસે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ કાર ઘુસી જતા આ અકસ્માત સરજાયો હતો

  હાઇવે રોડ પર ઉભેલી ટ્રકમાં કાર ધડાકાભેર ટકરાઇ હતી.અકસ્માતની જાણ થતા પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકોના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે થોડા સમય માટે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.

 

(10:14 am IST)