Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હિટવેવની આગાહી :તાપમાન 41 થી 44 ડિગ્રીએ પહોંચશે

અમદાવાદઃ રાજ્યભરમાં ગરમીનો કહેર વર્તાઈ રહયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં 41 થી 44 ડિગ્રી તાપમાન જોવા મળશે.તેવી આગાહી કરાઈ છે છેલ્લા બે દિવસથી રાજ્યના ભાવનગરનું તાપમાન 43 ડિગ્રી જેટલુ પહોંચતા સૌથી વધુ ગરમ શહેર રહ્યું છેતો અમદાવાદમાં પણ આગામી ત્રણ દિવસ સુધી હિટ એકશન પ્લાન મુજબ યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

   હવામાન વિભાગના અનુસાર મે અને જૂન માસ દરમિયાન દેશમાં ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનનો પારો સામાન્ય કરતાં ઉંચો રહેવાનો છે. મે અને જૂન દરમિયાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને હિમાચલ પ્રદેશ વધુ ગરમ રહેવાની સંભાવના છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન તેમજ ગુજરાતના ઘણા ખરા વિસ્તારમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા છે. ગત વર્ષની સરખામણીએ ગરમીનો પારો એકાદ ડિગ્રી ઉપર રહેવાની સંભાવના છે

   ચોમાસાને લઇને ભારતીય હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં આગાહી કરવામાં આવી હતી. હવે હવામાન વિભાગે મે અને જૂન માસમાં માથુ તપાવી નાંખે એવી ભયંકર ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે. જોકે ચોમાસા દરમિયાન સારો વરસાદ થવાની પણ સંભાવના છે. પરંતુ પહેલા આકરી ગરમી સહન કરવી પડી શકે છે. હવામાન વિભાગનું માનવું છે કે ચોમાસા વખતે સારૂ રહેશે.

 

(1:46 am IST)