Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

આકરા ઉનાળામાં લીંબુના ભાવ આસમાને :શાકભાજી પણ મોંઘાદાટ :કિંમતમાં 20 થી 30 ટકાનો વધારો

 

રાજકોટ :રાજ્યમાં ધરતી અગનગોળો બની છે તાપમાનનો પારો સતત ઊંચકાઈ રહયૉ છે તેવામાં લોકોની તૃષા છિપાવતા લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે.લીંબુનો ભાવ હાલ કિલોના 120થી 140 છે.તો 6 રૂપિયે મળતા બટાટા હવે 25ના કિલો થઇ ગયા છે. સાથે ગુવાર,ચોળી,ટામેટા કોથમીર, મરચા, કોબીજ,ફલાવર સહિત અનેક શાકભાજીમાં 20થી 30 ટકાનો વધારો થયો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે,શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તો વળી હજુ પણ આવનાર દિવસોમાં ગૃહિણીઓને ભાવ વધારો સહન કરવો પડશે..તેવુ વેપારીઓ જણાવી રહ્યા છે.શાકભાજીનું ઉત્પાદન સાબરકાંઠા જિલ્લામાં સારા પ્રમાણમાં થાય છે..સાબરકાંઠાથી મહારાષ્ટ્ર અને રાજસ્થાન દિલ્લીમાં શાકભાજીનો નિકાસ કરે છે.પરંતુ ગરમીના કારણે દુરથી આવતા શાકભાજી ખરાબ થઇ જવાના કારણે હાલમાં શાકભાજીના ભાવોમાં ઉછાળો નોંધાયો છે.

(11:16 pm IST)