Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

વડોદરાના સાધલી ગામના ખેતરમાંથી પરપ્રાંતીય મહિલાની લાશ મળી :દૂષ્કર્મ બાદ હત્યા કરાયાની આશંકા

 

વડોદરા નજીકના સાધલી ગામે પરપ્રાંતિય મહિલાની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મહિલા સાથે દુષ્કર્મ થયા બાદ હત્યા કરાઇ હોવાની આશંકા છે. મૃતક મહિલા મૂળ રાજસ્થાનની વતની હતી અને પતિ સાથે સાધળી ગામે મજૂરી કરતી હતી. મહિલાની લાશ સાધળી ગામે દિવેલાનાં ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી ગયો હતો.

    મહિલાની હત્યા હત્યા દુષ્કર્મ બાદ થઇ હોવાની આશંકા સાથે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. શિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

(10:57 pm IST)