Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કડીના જોટાણા તાલુકાના ચાલાસણ ગામમાં પુત્ર દ્વારા પિતાની કરપીણ હત્યાઃ માંગણી ન સંતોષાતા ભયાવહ પગલુ ભરતો પુત્ર

અમદાવાદઃ જોટાણા તાલુકાના ચાલાસણ ગામે પોતાના પરિવાર સાથે રહેતા અને પશુપાલન અને ખેતીનો વ્યવસાય કરતા નવીનભાઇ ઉર્ફે જગાભાઇ રમણલાલ (ઉ.વ. ૪૧) નામના ખેડૂતનો મોટો પુત્ર ધો.૧૦નો અભ્યાસ છોડી પિતા સાથે ખેતી કામમાં જોડાયો હતો. જ્યારે નાનો પુત્ર ધો.૧૦માં અભ્યાસ કરે છે.

પશુપાલન અને ખેતીનો વ્યવસાય કરી પત્ની અને બે બાળકોનું ગુજરાન ચલાવતા નવીનભાઇ પાસે મોટો પુત્ર અવારનવાર કાર તેમજ લેપટોપ લઇ આપવાની માગણી કરતો હતો. પરંતુ પૈસાની ખેંચના કારણે નવીનભાઇ પુત્રની માગણી પૂરી કરી શકતા ન હતા.

સોમવારે રાત્રે નવીનભાઇ અને મોટો પુત્ર જમીને પોતાના ખેતર પર બોર ચાલુ કરવા ગયા હતા ત્યારે કાર બાબતે ફરી પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થતા નવીનભાઇ પર દાંતરડાના ઘા ઝીંકી મોટા પુત્રએ હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

(5:53 pm IST)