Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર હોટલમાં મહિલા નાયબ મામલતદારની કર્મચારીએ છેડતી કરતા ચકચાર

બાલાસિનોર:નગર બહાર અમદાવાદ-ઈન્દોર હાઇવે ઉપર આવેલી હોટલમાં મહિલા નાયબ મામલતદારની છેડતી હોટલના કર્મચારી દ્વારા કરાયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
આ બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ગોધરાથી ગાંધીનગર જતી એસ.ટી. બસ બાલાસિનોર પાસે આવેલા હાઇવે ઉપર ચા-નાસ્તા માટે હોટલ ક્વોલીટી ઈન પર ઊભી રહેતા નાયબ મામલતદાર હોટલની પાછળ આવેલા શૌચાલયમાં ગયા ત્યારે હોટલમાં કામ કરતાં કિશનસિંહ હરિસિંહ મારવાડીએ પાછળ જઇ છેડતી કરતાં અને તેની ફરિયાદ થતાં પી.એસ.આઇ. જે.પી. પરમાર દ્વારા તુરત કાર્યવાહી કરી આરોપી કિશનસિંહની ધરપકડ કરી કાર્યવાહી કર્યાનું જાણવા મળેલ છે.

(5:35 pm IST)