Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

અકસ્માતના ગુનાહની ખોટી વિગત રજૂ કરનાર કઠલાલના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

કઠલાલ: પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાયો હતો. અકસ્માતના બનાવમાં રજૂ કરાયેલ વીમા પોલીસી પોલીસ તપાસમાં ખોટી હોવાનું જણાઈ આવ્યું હતું. આ બનાવ અંગે કઠલાલ પોલીસે ખોટી પોલીસી રજૂ કરનાર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફેટલ અકસ્માતનો ગુનો નોંધાયો હતો. અકસ્માતના ગુનામાં સંડોવાયેલ ટ્રક નં જીજે-૪-વી-૫૦૫૭ની જીયાઉદ્દીન સરફુમીયાં મલેક (રે. વાવડી મહોલ્લા, બોરસદ)એ વીમા પોલીસી રજૂ કરી હતી. આ વીમા પોલીસી ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીની ડિવિઝન ઓફિસમાં મોકલી આપવામાં આવી હતી. જેની ખરાઈ કરતા જીયાઉદ્દીન મલેકે રજૂ કરેલ પોલીસી પોલીસ તપાસમાં ખોટી હોવાનું બહાર આવ્યું હતું. આમ જીયાઉદ્દીન મલેકે ખોટી વીમા પોલીસી અસલ તરીકે રજૂ કરી રૂા. ૩૫,૦૦૦નું પ્રિમિયમ મેળવી વીમા કંપનીને વીમા પ્રિમિયમનું નુકસાન કર્યું હતું. આ બનાવ અંગે મહેન્દ્રભાઈ રાઠોડ (ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ)ની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે જીયાઉદ્દીન મલેક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:33 pm IST)