Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ડાકોર-રાણીયા ફાટક નજીક સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં ચાર ઈજાગ્રસ્ત

ડાકોર:ડાકોર- રાણીયા ફાટક નજીક ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે ચાર જેટલા ઈસમોને ઈજા થઈ હતી.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઠાસરા તાલુકાના ડાકોર રાણીયા ફાટક નજીક આજે સવારે પોણા છ વાગ્યાના સુમારે અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે પસાર થતી ટ્રક નં જીજે-૯-વાય-૪૯૧૩ સામેથી આવતી ગાડી નં જીજે-૭-વાયઝેડ-૧૫૦૭ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી ગાડીના ચાલક વિક્રમભાઈ ભીખાભાઈ ઝાલા (રે. સુખીના મુવાડી)નું ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માત સર્જાયો ત્યારે આવી રહેલ છોટા હાથી નં જીજે-૭-ડબલ્યુ-૬૮૧૩ પણ ધડાકાભેર અથડાઈ હતી. જેથી છોટા હાથીમાં બેઠેલા અહેસાન ઉર્ફે ગુલામકાદર શેખ (રે. માલવણ) તેમજ અન્ય મુસાફરોને ઈજા થઈ હતી. આ ટ્રીપલ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ડાકોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બનાવ અંગે અહેસાન ઉર્ફે ગુલામકાદર શેખની ફરિયાદ આધારે ડાકોર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:32 pm IST)