Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ટોરેન્ટે અમદાવાદ - ગાંધીનગર - સુરતમાં યુનિટ દીઠ વીજદર વધાર્યા

અમદાવાદ તા. ૨ : ગાંધીનગર અને સુરતમાં વીજળી પુરી પાડતી ટોરેન્ટ પાવરે વીજદરમાં વધારો કર્યો છે. ટોરેન્ટ પાવરે ૦.૨૨ પૈસા યુનિટ દીઠ વધારી દીધા છે. ટોરેન્ટ પાવર દ્વારા FPPA સમક્ષ ચોથા કવાર્ટરમાં ભાવ વધારા માટે રજૂઆત કરી હતી. FPPA દ્વારા મંજૂરી મળતા ટોરેન્ટ કંપનીએ વીજદરના યુનિટમાં ભાવ વધારો કર્યો છે.આમ હાલના સમયમાં ૨૦૦ યુનિટ દીઠ ૩.૯૦ રરેટ વધીને ૪.૨૫ રૂપિયા થવાની શકયતા છે. હવેથી ૨૦૦ યુનિટના બિલમાં ૬૦ રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે.

(11:36 am IST)