Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ગુજરાતના સ્થાપના દિવસનો મુખ્ય કાર્યક્રમ ભરૂચમાં : વિજયભાઇના હસ્તે વિકાસ કામોનુ ખાત મુર્હત

રાજકોટ : સમગ્ર રાજયમાં ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી થનાર છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૫૮ માં ગુજરાત ગોૈરવ દિવસે રાજયના નાગરિકોને પાઠવેલ સંદેશામાં ગુજરાત વિકાસ યાત્રાને સોૈના સહયોગથી વધુ તેજોમય બનાવવા પ્રેરક આમહવાન કર્યુ છે તેમણે સોૈ ગુજરાતી ભાઇઓ-બહેનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ  પાઠવતા કહ્યુ છે કે, આ સરકાર બધાનો આધાર એવા સર્વગ્રાહી વિકાસના કામો  હાથ ધર્યા છે. વિજયરૂપાણીએ રાજયવ્યાપી  સુજલામ સુફલામ જળ અભિયાનમાં જનશકિતને જોડાઇને ભાવિ પેઢી માટે જળ સુરક્ષા સવર્ધનની પ્રેરણા આપી છે. સ્થાપના દિવસની આજે ભરૂચમાં રાજયમાં પરંપરાગત રીતે  ઉજવણી કરવામાં આવી છે. ભરૂચમાં યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપશે. ગુજરાત ગોૈરવ દિવસની ઉજવણી નિમિતે સવારે ૯:૦૦ વાગે કોસમડી તળાવઙ્ગખાતે સુજલામ સૂફલામ યોજનાનો રાજય વ્યાપી  પ્રારંભ કરાવી, જાહેરસભાને સંબોધન કર્યુ હતુ તેઓ ૧૧:૦૫ઙ્ગ વાગે શુકલતીર્થ ખાતે સફાઇ અભિયાનનો પ્રારંભ કરાવી વૃક્ષારોપણ કરશે. તેમજ યાત્રાધામ વિકાસ માટે ૪૦ કરોડના વિકાસકામોનું ખાતમુર્હત કરશે. મુખ્યમંત્રી ૧૦:૦૫ વાગે ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચની વિરાસત પ્રર્દશનની મુલાકાત લઇ, મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી સાંજના પ વાગે ઝાડેશ્વર ખાતે પોલીસ પરેડના ફલેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી સાંજે ૭ વાગે કૃષિ યુનિવર્ર્સિટી મેદાન ખાતે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. સ્થાપના દિવસના ભાગરુપે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી ચુકયું છે. મુખ્યમંત્રી સાથે રાજયપાલ ઓ.પી.કોહલી પણ ભરૂચના મુખ્ય કાર્યક્રમમાં હાજર રહેશે.

(11:58 am IST)