Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

દારૂ પીનારને પ્રોત્સાહન મળે ! :ધારાસભ્ય આર.સી.પટેલનાં નિવેદનથી ગણગણાટ

અમદાવાદ :ગુજરાતભરમાં આજે રાજ્યના 58માં સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી હતી. તમામ જિલ્લાઓમાં મંત્રીઓ અને ધારાસભ્યો રાજ્યસરકારનાં સૂજલામ સૂફલામ જળ સંચય અભિયાનના પ્રારંભમાં લાગ્યા હતા. ત્યારે નવસારીનાં જલાલપોર વિધાનસભાનાં ધારાસભ્ય આર.સી.પટેલ દ્વારા કાર્યક્રમમાં દારૂબંધી સંદર્ભે એવું બોલાઈ ગયું કે જાણે દારૂ પીનારાઓને સમર્થન મળી જાય. ધારાસભ્યની જીભ લપસતાં થયેલાં નિવેદનથી કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને ભાજપનાં કાર્યકરો ખૂદ વિમાસણમાં મુકાઈ ગયા હતા.

    ગુજરાત સરકારના જળસંચય અભિયાનને લઈને નવસારી જીલ્લાના માસા ગામે તળાવ ઊંડા કરવાને લઈને કાર્યકર્મ રાખવામાં આવ્યો હતો. જેમાં ભાજપના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. વિધાનસભાના ઉપદંડક આર.સી.પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પટેલે પોતાના ભાષણમાં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ પીનારને પ્રોત્સાહન મળે એવા શબ્દો ઉચાર્યા હતા.

 

(1:27 am IST)