Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

તકેદારી :નર્મદામાં ૯૯ લોકો કોરોન્ટાઇન હેઠળ રખાયા : હોમ કોરોન્ટાઇનમાં ૬૯ જ્યારે ૩૦ને ફેસિલિટી કોરોન્ટાઇનમાં રખાયા

આરોગ્ય વિભાગ સતત તકેદારી રાખી જરૂરી પગલાં અને માર્ગદર્શન આપતા નર્મદા જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નથી મળ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર વિશ્વને કોરોનાએ હચમચાવી નાખ્યું છે ત્યારે ગુજરાતમાં મોટા ભાગના શહેરોમાં પોઝિટિવ કેસ નોંધાયા છે પરંતુ અત્યારસુધી નર્મદા જિલ્લામાં એક પણ કેસ પોઝીટીવ મળ્યો નથી તે માટે આરોગ્ય વિભાગની કામગીરી ઉમદા છે તેમ કહી શકાય
          એપેડમિક અધિકારી ડો. કશ્યપના જણાવ્યા મુજબ અત્યારસુધી નર્મદા જિલ્લામાં ૯૯ લોકો કોરોન્ટાઇન હેઠળ રખાયા જેમાં હોમ કોરોન્ટાઇન માં ૬૯ જ્યારે ફેસિલિટી કોરોન્ટાઇનમાં ૩૦ નો સમાવેશ થાય છે.જોકે જેટલા પણ ટેસ્ટ થયા તેમાં એક પણ પોઝીટીવ કેસ નથી જોવા મળ્યો માટે અન્ય જિલ્લાઓ કરતા કોરોના હાઉ બાબતે નર્મદા જિલ્લો સાવચેત અને સલામત કહી શકાય પરંતુ છતાં લોકો એ ખાસ તકેદારી રાખવી પણ તેટલીજ જરૂરી છે.કામ વગર બહાર નીકળવાનું ટાળો,આરોગ્ય ની કાળજી રાખો,ખોટી અફવા ન ફેલાવો જેવી જરૂરી બાબત આ સમયે ખાસ જરૂરી છે તેમ ડૉ.કશ્યપે જણાવ્યું હતું.

(7:50 pm IST)