Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

એસટી તંત્ર ર૮૦૦ એપ્રેન્ટીસોની ભરતી કરશે...

યાદી મંગાવાઇ : ઉમેદવારી ફોર્મ, દેવાનું-લેવાનું શરૂ : દરેક ડિવીઝન દ્વારા કાર્યવાહી..

રાજકોટ, તા. ર : ગુજરાત એસ.ટી. બોર્ડ આગામી દિવસોમાં ર૮૦૦ જેટલા એપ્રેન્ટીસોની ભરતી કરશે, આ માટે દરેક જીલ્લાની આઇટીઆઇમાંથી યાદી મંગાવવાનું શરૂ કરાયું છે. રાજકોટ સહિત દરેક ડીવીઝનમાં ઉમેદવારી ફોર્મ દેવાનું-લેવાનું શરૂ કરી દેાવયું છે. એસટીની બસો-અન્ય વાહનોી મરામત વિગેરે માટે મિકેનીક તાલીમાર્થીઓ એપ્રેન્ટીસ સ્વરૂપે નિયુકત કરાશે, આ ઉપરાંત જીપીએસ, ઓનલાઇન બેકીંગ, કોમ્પ્યુટરાઇઝડ જેવી કામગીરી માટે પણ એકાઉન્ટ અને તેને સંલગ્ન વિભાગમાં તાલીમ અપાશે. રાજય સરકારે ૧૦ ટકાના હિસાબે અલગ અલગ ડીપાર્ટમેન્ટ માટે ટ્રેઇની એપ્રેન્ટીસ ભરતી માટે મંજુરી આપી દીધી છે. એસ.ટી. બસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં એક વર્ષમાં બે વખત એપ્રિલ અને ઓકટોબરમાં તાલીમાર્થીઓની નિમણુંક કરશે.

(12:08 pm IST)