Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

સ્પીકરની ખુરશી પર ફોટો પડાવવાના પ્રકરણની તપાસ : યુવકે માફી માંગી

જવાબદાર સુરક્ષા કર્મચારીઓ સામે તોળાતા પગલા : પોતે ભાજપનો કાર્યકર નહિ પણ આઉટ સોર્સ કર્મચારી હોવાનો દાવો

રાજકોટ, તા. ર : વિધાનસભા સત્રના છેલ્લા દિવસે ગૃહના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીની ખુરશી પર બેસીને ફોટો પડાવ્યા બાદ તે ફોટો વાઇરલ કરનાર રાહુલ પરમાર નામન યુવકે લેખિત માફી માંગી લીધી છે. પોતે ભાજપનો કાર્યકર નહિ પણ શુભેચ્છક હોવાનું તેમણે જણાવ્યું છે સાફસૂફી માટે ગૃહની કાર્યવાહી પુરી થયા બાદ પોતે આઉટ સોર્સીગ કર્મચારી તરીકે અંદર આવ્યાનું તેમણે સ્પષ્ટ કર્યુ છે. જો કે આ યુવકને માફી આપવી કે નહિ તેનો નિર્ણય અધ્યક્ષ કરશે. અત્યારે તો યુવક અને ગૃહની સુરક્ષાના જવાબદારો સામે પગલાની તલવાર લટકતી છે.

 

ફોટો પડાવનાર યુવકે કરેલા બચાવમાં સત્ય કેટલું છે ? તે જાણવા અને ફરજ પરના લોકોની જવાબદારી નક્કી કરવા અધ્યક્ષે તપાસ કરાવવાનો નિર્ણય કર્યો છે. તપાસના અંગે આગળની કાર્યવાહીનો નિર્ણય થશે. (૯.પ)

(12:08 pm IST)