Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

હવે રોમિયોગીરી કરનારની ખેર નથી :રાજ્યમાં સૌપ્રથમ નર્મદા પોલીસે બનાવી નિર્ભયા સ્ક્વોડ

સ્કૂટી પર શાળાઓની આજુબાજુ ફરશે. રિવોલ્વર અને ગોગલ્સ, લાઠીથી સજ્જ હશે

નર્મદા :રાજ્યમાં સૌપ્રથમ નર્મદા પોલીસે નિર્ભયા સ્ક્વોર્ડ બનાવી છે જે રોમિયોગીરી કરનાર અવરાતત્વોને પ્રદાર્થ પાઠ શીખવશેઆ સ્ક્વોર્ડ  સ્કૂટી પર શાળાઓની આજુબાજુ ફરશે. રિવોલ્વર અને ગોગલ્સ, લાઠીથી સજ્જ હશે. તો પોલીસનો તનાવ દૂર કરવા પોલીસ એથ્લીટીક મીટ પણ યોજાઇ.

   નર્મદા પોલીસે HEM રેડીઓ બાદ ગુજરાતમાં સૌપ્રથમવાર રોમીયોગીરી અને છેડતીને નાથી આવા તત્વોને પાઠ ભણાવવા માટે ખાસ ચુંનદા મહીલા કર્મીઓની નિર્ભયા સ્ક્વોર્ડ બનાવી.આ મહીલા કર્મીઓ શાળા-કોલેજની આજુબાજુ તે,મજ મહીલાઓની અવરજવર વધુ હોય ત્યાં સ્કૂટી પર પેટ્રોલીંગ કરશે.તો આ સ્કૂટી સવાર મહીલા કર્મીઓ રીવોલ્વર, વાયરલેસ સેટ અને લાઠી તેમજ ગોગલ્સ સાથે સજ્જ હશે.નર્મદા જીલ્લાનાં મુખ્ય મથક ખાતે ૨ સ્ક્વોર્ડ પર ૪ કર્મીઓ,કેવડીયા અને ડેડીયાપાડા ખાતે  ૧-૧ સ્ક્વોર્ડ મુકવામાં આવી છે. આજે આ સ્ક્વોર્ડને વડોદરા આઇ.જી.પી. અભય ચુડાસમા એ લીલીઝંડી આપી ને ફરજ પર રવાના કરી છે.અને આ સ્ક્વોર્ડ્ને તેઓએ આદેશ આપ્યો છે કે કડક કાર્ય્વાહી કરીને આવારા તત્વોને પદાર્થ પાઠ ભણાવે. તો આ પ્રોજેકટને વડોદરા રેન્જ્નાં વડોદરા, ભરુચ અને છોટાઉદેપુરમાં પણ જલદીથી લાગુ કરી દેવામાં આવશે.તેમજ સરકારમાં પણ આ પ્રોજેકટ મોકલાશે.

સાથે દરેક સ્કુલની બહાર એક ફરીયાદ પેટી પણ મુકાશે અને પ્રતિદીન આ સ્ક્વોર્ડની કર્મીઓ આવી ફરીયાદ વાંચીને કસુરવારો સામે સીધી કાર્યવાહી હાથ ધરશે.આ સમ્ગ્ર પ્રોજેકટ લાગુ કરાતા મહીલા પોલીસ કર્મીઓ પણ સજ્જ બની છે અને આ ૨૪ કલાક બહેન દીકરીઓની સુરક્ષા માટે તૈયાર હોવાનો હુંકાર ભર્યો છે. અને જણાવ્યુ છે કે, જો કોઇ રોમીયોગીરી કે છેડતી કરતા પકડાશે તો તેની સામે તુરંત જ અટકાયતી પગલા ભરશે.

(9:28 pm IST)