Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ગુજરાત ભાજપનો ગઢ, કોંગ્રેસના ગામડાંઓમાંથી પણ સૂપડાં સાફ

મનપાઓ બાદ નપા, તાલુકા-જિલ્લા પંચાયતોમાં પણ ભાજપનો દબદબો : નગર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ભાજપની વિજયય પતાકા, આપ અને ઓવૈશીના પક્ષની પણ કેટલિકા સ્થળે એન્ટ્રી

અમદાવાદ, તા. ૨ : ગુજરાતને વધુ એક વખત ભાજપનો ગઢ પુરવાર કરતા પરિણામો પાલિકા અને પંચાયતોની મતગણતરીમાં સામે આવ્યા છે. ગુજરાતમાં ૮૧ નગરપાલિકાની ૨,૭૨૦ બેઠકો, ૨૩૧ તાલુકા પંચાયતની ૪,૭૭૪ બેઠકો તેમજ ૩૧ જિલ્લા પંચાયતોની ૯૮૦ બેઠકો પર ૨૮ ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણી બાદ મંગળવારે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી છે. સાંજે સાત વાગ્યા સુધીમાંતાલુકા પંચાયતમાં ભાજપને ૩૩૨૨, કોંગ્રેસને ૧૨૪૩, અપક્ષને ૨૧, બીએસપીને ૪ અને અન્યોને ૧૬ બેઠક મળી છે. જિલ્લા પંચાયતોમાં ભાજપે ૭૮૫, કોંગ્રેસે ૧૬૭, અપત્રે ૩, આપે ૨, બીએસપીએ ૧ અને અન્યે ચાર બેઠક અંકે કરી છે જ્યારે નગર પાલિકામાં ભાજપે ૨૦૬૩, કોંગ્રેસે૩૮૫, અપક્ષોએ ૧૭૨, આપે ૯, બીસપીએ ૬ અને અન્યોએ ૨૪ બેઠક પર કબજો જમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના અગ્રણી નેતાઓએ ભાજપના વિજયોત્સવની ઉજવણી ગાંધીનગર કમલમ ખાતે કાર્યકરો સાથે કરી હતી. પાલિકા અને પંચાયતની ચૂંટણીના પરિણામો જોતા ગુજરાતમાં ભાજપનું 'વિજયલ્લ રોડરોલર ફરી વળ્યું છે અને ગામડામાંથી પણ આ વખતે કોંગ્રેસનો સફાયો કરી દીધો છે.

સાંજે સાત વાગ્યા સુધીમાં ભાજપ મોટા ભાગની જિલ્લા પંચાયતમાં આગળ હોવાનું જણાયું છે. આ ઉપરાંત મોટાભાગની પાલિકા અને તાલુકા પંચાયતો પણ ભાજપે કબ્જે કરી છે અને કોંગ્રેસની પારંપરિક બેઠકો પણ છીનવી લીધી છે. સૌરાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે કોંગ્રેસનો બીજો વિકલ્પ બની છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૪૨ બેઠકો પર વિજય મેળવ્યો છે, બહુજન સમાજ પાર્ટીએ ૧૧ અને ૪૪ બેઠકો પર અન્યોનો વિજય થયો છે. ચૂંટણી અગાઉ ૨૩૭ બેઠકો બિનહરિફ રહેતા ભાજપના ઉમેદવારોની ચૂંટણી લડ્યા વગર જીત થઈ હતી.

આ સાથે જ બે તાલુકા પંચાયત અને ૨૩ નગરપાલિકા બેઠક માટે પેટા-ચૂંટણી પણ યોજાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ નગરપાલિકામાં ભાજપે ૨૦૬૩ બેઠકો જ્યારે કોંગ્રેસે ૩૮૫ બેઠકો મેળવી છે અને આમ આદમી પાર્ટીએ ૯ બેઠકો મળેવી છે. આ ઉપરાંત તાલુકા પંચાયતમાં ભાજપે ૩૩૨૨ અને કોંગ્રેસે ૧૨૪૩ બેઠકો પર જીત મેળવી હોવાનું જણાયું છે તેમજ ૧૧૫ બેઠકો પર અન્ય વિજેતા જાહેર થયા છે. જિલ્લા પંચાયતમાં ૭૮૫ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસ ૧૬૭ પર જીત મેળવી શકી છે. ૧૦ બેઠક પર અન્ય ઉમેદવારોનો વીજય થયો છે. પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપ મોટાભાગની બેઠકો પર જીત મેળવશે તેવી ધારણા છે. રાત સુધીમાં સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.

(9:34 pm IST)
  • વિરાટ કોહલીની ઈન્ટાગ્રામ પર ઐતિહાસિક કમાલ : રોહિત-ધોની, શાહરુખ-સલમાન પણ પીએમ મોદીને પાછળ રાખી દીધા : કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન એટલે કે 10 કરોડ ફોલોઅર થયા છે આટલા ફોલોઅર ધરાવતા પહેલો ભારતીય અને એકમાત્ર એશિયાઈ વ્યક્તિ છે,માર્ચ 2021માં કોહલીએ આ કારનામુ કરતા આઇસીસીએ ટવીટ કર્યું છે access_time 11:46 am IST

  • દેશમાં રસીકરણ અભિયાને ઝડપ પકડી : અત્યાર સુધીમાં 1.54 કરોડ લોકોએ રસી લીધી : પીએમ મોદીની અપીલની દેખાઈ અસર :છેલ્લા બે દિવસમાં રસીકરણ માટે અંદાજે 50 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું access_time 12:57 am IST

  • આ અઠવાડીયામાં જ લગ્નગ્રંથીએ જોડાશે જસપ્રીત બુમરાહ : BCCIએ કરી પૃષ્ટિ : બોર્ડના એક અધિકારીએ કહ્યું કે ફાસ્ટ બોલર બુમરાહે લગ્ન કરવા માટે રજા લીધી છે આ સપ્તાહમાં જ લગ્ન કરી લેશે access_time 12:50 am IST