Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

અમદાવાદમાં હસતા હસતા સાબરમતીમાં ઝંપલાવનાર આઇશાનો પતિ આરીફ તેની નજર સામે બીજી યુવતિઓને પ્રેમ કરતો અને કહેતો ‘તું મારૂ સ્‍પેર વ્‍હીલ છે'

અમદાવાદઃ હસતા હસતા સાબરમતી નદીમં મોતને વ્હાલ કરનાર આઈશાના આપઘાતની ચર્ચા ટોક ઓર ટાઉન બની છે. લોકો આઈશાના પતિ આરીફ પર ફિટકાર વરસાવી રહ્યા છે અને તેને કડકમાં કડક સજા આપવાની માંગ પણ કરી રહ્યા છે. આઈશાના મોતની જાણ થતા જ પતિ ફરાર થઈ ગયો હતો. રિવરફ્રન્ટ પોલીસ તેની ધરપકડ કરવા માટે રાજસ્થાન પહોંચી હતી અને તેને દબોચી આજે અમદાવાદ લાવી પહોંચી છે. સાંજ સુધી તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગણી કરવામાં આવશે.

આઈશાને આપઘાત માટે ઉશ્કેરનાર આરોપી પતિ આરિફની ધરપકડ કરવામાં રિવરફ્રન્ટ પોલીસને સફળતા મળી છે. પોલીસે રાજસ્થાનમાંથી આયશાના પતિની ધરપકડ કરી હતી.લોકેશન ટ્રેસ કરીને રાજસ્થાનના પાલીથી પોલીસે ઝડપી પાડયો છે. આરીફ ખાનની ધરપકડ થતા રિવરફ્રન્ટ પોલીસ આરીફને અમદાવાદ લઈને પહોંચી છે. આરીફ એક સંબધીના લગ્ન પ્રસંગમાં હતો અને ત્યાથી તે ફરાર થઈ ગયો હતો. બીજી તરફ પોલીસ પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરીફ લગ્ન બાદથી આયશાને માર મારતો હતો. તે આયશા પ્રત્યે નફરત ધરાવતો હતો. તેથી જ આયશાની ગર્ભાવસ્થામાં પણ તે તેને માર મારતો હતો. આરીફે આયશાની હાલત એવી કરી નાંખી હતી કે, આયશા મોતના રસ્તે નીકળી પડી હતી. આખરે પરિણામ એવું આવ્યું કે, એક માસુમે તેની જિંદગી ગુમાવી અને નિર્દોષ માતાપિતાએ પોતાની દીકરી ગુમાવી. આરીફને આયશા પહેલેથી જ પસંદ ન હતી. તે પત્ની આયશાની સામે જ બીજી યુવતીઓને પ્રેમ કરતો હતો. આ વાત તે અસંખ્યવાર આયશાને કહી ચૂક્યો છે. આરિફ પણ હંમેશા આઈશાને કહેતો કે તું મારુ સ્પેરવ્હીલ છે. હું કોઈ બીજીને પ્રેમ કરું છું. એટલું જ નહીં, નફ્ફટાઈની તમામ હદ વટાવીને તે આઈશાની સામે જ અન્ય યુવતી સાથે વાત કરતો હતો.

(5:06 pm IST)
  • રાજકોટ જિલ્લા પંચાયતની બેઠકો : કોટડાસાંગાણીમાં કોંગીના અર્જુન ખાટરિયાની જીતઃ ત્રંબામાં ભૂપત બોદર ૯૦૦ જેટલા મતે આગળ access_time 11:38 am IST

  • પંજાબ સરકારનો નિર્ણય : ઝેરી દારૃ વેચનારને સીધી ફાંસીની સજા આપવામાં આવશેઃ ૨૦ લાખનો દંડ પણ ફટકારાશે access_time 12:33 pm IST

  • વિરાટ કોહલીની ઈન્ટાગ્રામ પર ઐતિહાસિક કમાલ : રોહિત-ધોની, શાહરુખ-સલમાન પણ પીએમ મોદીને પાછળ રાખી દીધા : કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન એટલે કે 10 કરોડ ફોલોઅર થયા છે આટલા ફોલોઅર ધરાવતા પહેલો ભારતીય અને એકમાત્ર એશિયાઈ વ્યક્તિ છે,માર્ચ 2021માં કોહલીએ આ કારનામુ કરતા આઇસીસીએ ટવીટ કર્યું છે access_time 11:46 am IST