Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસનો રકાસ થતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાનું રાજીનામુ

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કૉંગ્રેસના સુપડા સાફ થયા બાદ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે. તેઓએ હારની જવાબદારી સ્વીકારીના રાજીનામું ધરી દીધું છે. આ અંગે તેમણે હાઇકમાન્ડને જાણ કરી દીધી છે. રાજીનામા અંગે તેઓ સાંજે પત્રકાર પરિષદ કરીને સત્તાવાર જાહેરાત કરશે. આ સાથે જ તેમણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારી છે. ગુજરાતના છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં માઠા પરિણામ બાદ કૉંગ્રેસ પાર્ટીને આશા હતી કે તાલુકા-જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટી સારું પ્રદર્શન કરશે. જોકે, પરિણામો તેમની ગણતરીથી બિલકુલ ઉલટા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આઝાદી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ વખત કૉંગ્રેસ પાર્ટી ભૂંડી રીતે હારી છે.

પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું

અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર-10માં કૉંગ્રેસની કારમાં હાર થઈ છે. આ વોર્ડ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ગઢ છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી આ વોર્ડમાં રહે છે. વોર્ડ નંબર 10માં ચાર બેઠકમાંથી ત્રણ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે, જ્યારે કૉંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે.

અમરેલીમાં કૉંગ્રેસની હાર સાથે સાથે અહીં ત્રણ બેઠક પર આપના ઉમેદારોની જીત થઈ છે. જેમાં અમરેલી જિલ્લા પંચાયતની એક બેઠક પર આપના ઉમેદવારની જીત થઈ છે. આપના ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાના પત્નીને હાર આપી છે. આ ઉપરાંત તાલુકા પંચાયતની દેવળીયા અને ભાડેર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.

(3:56 pm IST)
  • રશીયન વેકસીન મહિનો- દોઢ મહિનામાં મળતી થઇ જશે : નેશનલ કોવિડ ટાસ્‍ફ ફોર્સના ડો.એન.કે. અરોરાએ કહ્યું છે કે રશીયાની સ્‍પુટ નિક-ફાઇવ કોરોના વેકસીન ૪ થી ૬ અઠવાડીયામાં ભારતમાં મળતી થઇ જશે access_time 6:46 pm IST

  • કચ્છમાં ભીમાસર બેઠક પર મતગણતરી દરમિયાન હોબાળો: 4 EVM બદલી નાખ્યાનો આરોપ : કચ્છની ભીમાસર બેઠક ઉપર કોંગ્રેસ નેતાઑ દ્વારા હોબાળો થયો :આરોપ છે કે 4 EVM બદલી દેવામાં આવ્યા : તેને લઈને ફરિયાદ પણ કરાઈ access_time 12:06 pm IST

  • વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં ભાજપની પેનલ તૂટી : ભાજપના 3 અને 1 અપક્ષ ઉમેદવારનો વિજય થયો access_time 1:07 pm IST