Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ટૂરીઝમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ટી.એલ.સી. દ્વારા સીમ્પથી ડ્રાઇવ

(કેતન ખત્રી) અમદાવાદ : કોરોના કાળ દરમિયાન ટુરીઝમ ઉદ્યોગને ઘણો ફટકો લાગ્યો છે તો આ ટુરીઝમ ઉદ્યોગને ફરીથી પ્રોત્સાહન આપવા અને ચેતનવંતુ બનાવવા ટુરીઝમ લીડર કલબ (ટીએલસી) દ્વારા અમદાવાદ, વડોદરા અને સુરત એમ ચાર શહેરોમાં સીમ્પથી ડ્રાઇવનું આયોજન કરેલ છે.

ટુરીઝમ ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકો જેમકે ટ્રાવેલ એજન્ટ, હોટલ ઉદ્યોગ, ટેકસ, ટુરીસ્ટ ગાઇડ, રેસ્ટોરન્ટ, પીકનીક સ્થળો, રેલ્વે, એરલાઇન્સ, બસ સેવા સહિતના લોકોને રોજગાર મળતો રહે તેવા ઉમદા હેતુથી આટુરીઝમ લીડર કલબ દ્વારા અમદાવાદ, બરોડા અને સુરતમાં આ ડ્રાઇવનું આયોજન થયુ હતુ. અમેશભાઇ દફતરીએ જણાવેલ કે, ટુરીઝમ સાથે સંકળાયેલ ભાગીદારોને પ્રોત્સાહન આપવાનો અને લોકલ ફોર વોકલ અને ઓનલાઇન બુકીંગનો વિરોધ એ મુખ્ય મુદ્દો છે. હોટલોમાં સ્ટાફ પાસે એક વર્ષથી રોજગાર નથી કે અડધા પગારથી ગુજરાન ચલાવે છે. ટ્રાવેલ એજન્ટોના આત્મહત્યાના બનાવો બની રહ્યા છે. આ ઉપરાંત ટેકસી, બસ, એરલાઇન્સ સહિતના ટુરીઝમ ઉદ્યોગ સાથે સંકળાયેલ ઘણા લોકો નિરાશામાં જીવી રહ્યા છે તેને બિરદાવી અને પ્રોત્સાહન આપવાનો આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ છે.

આ ડ્રાઇવમાં જોડાવવા ટુરીઝમ લીડર્સ કલબના ફાઉન્ડર પ્રમુખ અમેશભાઇ દફતરી, જનરલ મેનેજર પ્રકાશભાઇ વિસાણી તથા ગોલાલા ટુરના કેતનભાઇ પટેલ દ્વારા અપીલ કરાઇ છે.

(3:13 pm IST)