Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

સુરતના લીંબાયતના ચકચારી બાળકી સાથે દુષ્કર્મ - હત્યાના દોષિત અનિલ યાદવની ફાંસીથી બચવા સુપ્રીમકોર્ટમાં અરજી

ડેથ વોરંટ પણ નીકળી ગયું હવે સુપ્રીમકોર્ટના હુકમ મુજબ કાર્યવાહી

સુરતમાં લીંબાયતના ચકચારી બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં દોષિત અનિલ યાદવે ફાંસીથી બચવા હવાતિયા મારવાના શરૂ કરી દીધા છે. દોષિત અનિલ યાદવે સુરતની કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

  સુરત કોર્ટે દોષિતને ફાંસીની સજા ફટકારી છે. અને 29 ફેબ્રુઆરીએ દોષિતને ફાંસીએ લટકાવી દેવો. તેવું ડેથ વૉરંટ પણ નીકળી ગયું છે. પરંતુ હવે દોષિત અનિલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં હવે સુપ્રીમના હુકમ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરાશે

(11:56 pm IST)