Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

તાંદલજા વિસ્તારમાં આંદોલનથી પોલીસ સતર્ક : વડોદરામાં કલમ 144 લગાડી: પોલીસે કમિશનરે બહાર પડ્યું જાહેરનામું

પોલીસે તાંદલજાની લાઇટો બંધ કરીને તંબુ હટાવ્યું: રવિવારે કલમ 144 લગાવી

વડોદરા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. તાંદલજા વિસ્તારમાં આંદોલનથી પોલીસ સતર્ક થયું છે. તાંદલજામાં બે દિવસથી CAAનો વિરોધ થઇ રહ્યો છે. આથી 4થી વધુ વ્યક્તિનું ટોળુ ભેગું થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. CAA-NRCના વિરોધમાં દેશના અનેક રાજ્યોમાં પ્રદર્શનો થઇ રહ્યા છે. તો કેટલીક જગ્યાએ હિંસક પ્રદર્શનો પણ થઇ રહ્યા છે. જેને લઇને દિલ્હીના શાહીનબાગ જેવી સ્થિતિ વડોદરાના તાંદલજા વિસ્તારમાં સર્જાઇ રહી છે. શાહીનબાગની જેમ આ વિસ્તારમાં આંદોલન શરૂ થયું છે.

 છેલ્લા ત્રણ દિવસથી સોદાગર પાર્ક નજીકના મેદાનમાં મહિલાઓની આગેવાનીમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે  જેને લઇને પોલીસે તાંદલજાની લાઇટો બંધ કરીને તંબુ હટાવ્યું હતું. ત્યારે રવિવારે કલમ 144 લગાવી દેવામાં આવી છે.

પોલીસ કમીશનરના જાહેરનામા અનુસાર, વડોદરા શહેરમાં કલમ 144 લાગુ થતા, ચાર કરતા વધુ વ્યક્તિઓએ ભેગા થવા કે કોઇ સભા બોલાવવાનું કે સરઘસ કાઢવા પર આગામી 16 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ લગાવાયો છે. જોકે, સ્મશાન યાત્રા અને લગ્નના વરઘોડા પર જાહેરનામું લાગુ નથી પડતું. જો કોઇ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.

 

29 જાન્યુઆરીએ CAAના વિરોધમાં આજે ભારત બંધનુ એલાન કરાયું હતું. જેમાં વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધનુ એલાન અપાયું હતું. ત્યારે ભારત બંધ એલાનને લઈને વડોદરામાં પોલીસ સતર્ક બની હતી. માંડવી, તાંદળજા, ફતેપુરા, પાણી ગેટ, વાળી વિસ્તારમાં ચૂસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.

 અગાઉ વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં CAAના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મંજૂરી વિના રેલી કાઢતા પોલીસે બેનર અને પોસ્ટર જપ્ત કરી લીધા હતા. સાથે જ વિરોધ કરનારા બે લોકોની પણ અટકાયત કરી હતી. મંજૂરી વિના દેખાવો અને અડચણ ઉભી કરવાના ગુનામાં પોલીસે બેની અટકાયક કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:28 pm IST)