Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

વાવના ચોથાનેસડા ગામમાં પાણી નહિ છોડાતા 100 હેકટરથી વધુ જમીનમાં ઉભો પાક મુરઝાયો

ડ્રીસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી છોડવા માંગ ;ઉભા પાકને જીવતદાનની ઝંખના

બનાસકાંઠાના વાવ તાલુકાના કસ્ટમ પર રોડ આવેલા ચોથાનેસડા ગામની ડ્રીસ્ટ્રીબ્યુટર કેનાલમાં નર્મદા વિભાગ દ્વારા પાણી ન છોડાતા ૧૦૦ હેક્ટરથી વધુ જમીનમાં ઉભેલો રવિ પાક મુરઝાઈ રહ્યો છે. આ  બાબતે ગામના પંચાયતના સદસ્ય ભીખાભાઈ પરમારે જણાવ્યું હતું કે, એક તરફ કમોસમી વરસાદ , બીજી તરફ ઈયળોનો ઉપદ્રવ, ત્રીજી તરફ તીડોનું તુફાન જ્યારે ચોથી તરફ નર્મદા કેનાલમાં પાણીની અછતના લીધે આ પંથકનો ખેડૂત દેવાના ડુંગર નીચે મુકાઈ ગયો છે.

  મોંઘાદાટ બિયારણો-ખાતર-મજુરી કરી આ પંથકના ખેડૂતોએ રવિ પાકમાં રાયડું-જીરૂનું વાવેતર ર્ક્યું છે. અને આ પાક તૈયાર થવાની પૂરી તૈયારીમાં છે. પરંતુ અંતિમ ત્રીજા તબક્કામાં પાણીના અભાવે આ ઉભો પાક મુરઝાવાના આરે આવી ગયો છે. નર્મદા વિભાગના જવાબદાર તંત્રને રપ થી વધુ વખત રજુઆતો કરવા છતાં વાતને ધ્યાનમાં લેવાતી નથી. જાકે બે-ચાર દિવસમાં ૧૦૦ હેક્ટરથી વધુ જમીનમાં ઉભેલા રવિ પાકને નર્મદાનું પાણી ના મળ્યું તો ચોથાનેસડા પંથકના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવશે સત્વરે આ મુદ્દે નર્મદા વિભાગ ગ્રામજનો અને ખેડૂતોની વાતને ધ્યાને લઈ તાત્કાલીક ચોથાનેસડા ડ્રીસ્ટીબ્યુટરમાં પાણી છોડી ૧૦૦ હેક્ટર જમીનમાં ઉભેલા પાકને જીવનદાન અપાવે.

(10:02 pm IST)