Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

ડીસામાં લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 27 લોકોને ફૂડ પોઈઝનિંગ: હોસ્પિટલમાં સારવાર અપાઈ

વેરશી પ્રજાપતિના ત્યાં લગ્ન પ્રસંગે ભોજન સમારોહ યોજાયો હતો

ડીસાઃ ડીસામાં રાત્રે લગ્નમાં ભોજન બાદ વહેલી સવારે ઝાડા, ઉલટી અને પેટમાં દુ:ખાવાની સમસ્યા ઉભી થઈ હતી.જેમાં ફૂડ પોઇઝનિંગની અસર થતાં 27 વ્યક્તિઓને ભણશાળી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

 ડીસાના કચ્છી કોલોનીવાડીમાં રહેતાં વેરશી પ્રજાપતિના ત્યાં લગ્ન પ્રસંગે ભોજન સમારોહ યોજાયો હતો. લગ્ન પ્રસંગમાં ભોજન બાદ મહિલાઓ અને બાળકોને વહેલી સવારથી જ પેટમાં દુ:ખાવો અને ઝાડા ઉલટીની અસર થતાં તાત્કાલીક ડીસાની ભણશાળી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતાં.

(9:55 pm IST)