Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

ધાનેરાના થાવર ગામે સૂકા ઘાસ ભરેલ ટ્રકમાં અચાનક આગ ભભૂકી

ગૌશાળા માટે મંગાવેલ સૂકું ઘાસ ભરેલ ટ્રક ગામમાં પ્રવેશતા સમયે ટ્રક પરથી પસાર થતી વીજલાઇન ઘાસને અડતા શોર્ટસર્કિટના કારણે આગ લાગી: ઘાસનો જથ્થો બળીને ખાખ

ધાનેરા તાલુકાના થાવર ગામે મીની ટ્રક ભરેલ સુકા ઘાસમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. જોકે ફાયર આવે એ પહેલાં ઘાસનો જથ્થો બળીને ખાખ ગયો હતો.

ધાનેરા તાલુકાના થાવર ગામની ગૌશાળામાં ગાયો માટે સુકું ઘાસ મંગાવવામાં આવ્યું હતું. આજે ઘાસ ભરેલી મીની ટ્રક ગામમાં પ્રવેશ કરતા ટ્રક પરથી પસાર થતી વીજ લાઈન ઘાસને અડતા શોર્ટસર્કિટના કારણે ઘાસમાં આગ લાગી હતી અને ક્ષણભરમાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આથી ગ્રામજનોએ ભેગા મળી પાણીનો મારો ચલાવ્યો હતો અને ધાનેરા નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ પણ કરાઈ હતી. જોકે ધાનેરાથી ફાઇટર આવે એ પહેલાં ઘાસ બળીને ખાખ થઇ જવા પામ્યું હતું. જેમાં ગૌશાળાને આશરે ૨૦ હજારનું નુકશાન થયું જોવાનું જાણવા મળ્યું છે

(9:53 pm IST)