Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

ભરૂચમાં ટેન્કરએ અડફેટે લેતા સાયકલ સવાર બે માસુમ બાળકોના કરૂણમોત

પાલિકાનાં ટેન્કર ચાલકે કિશોરોની સાયકલ અડફેટે લીધી

ભરૂચ શહેરના લીંક રોડ ઉપર પાલિકાના શૌચાલયના પાણી નિકાલ માટે વપરાતા ટેન્કર ચાલકે સાયકલ સવાર બે બાળકોને અડફેટે લીધા હતા. જેમાં બંને માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. સાયકલ લઈને લીંક રોડ શંભુ ડેરી પાસેથી જતાં જયરાજ ચૌહાણ અને જીયાન જાદવ સાયકલ પર જતાં હતા. તે સમયે પુર ઝડપે આવતા પાલિકાનાં ટેન્કર ચાલકે કિશોરોની સાયકલ અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં કિશોર જયરાજ ચૌહાણ અને જીયાન જાદવને ગંભીર ઇજા થઈ હતી.

(9:41 pm IST)