Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

અમદાવાદમાં અનોખી કાર રેલી યોજાઈ :પ્રજ્ઞાચક્ષુ બન્યા કાર ચાલકના નેવિગેટર : લોકો આશ્ચર્ય ચકિત

45 કીલોમીટરની કાર રેલીમા 90થી વધુ પ્રજ્ઞાચક્ષુ લોકોએ ભાગ લીધો

અમદાવાદ :અમદાવાદમાં એક અનોખી કાર રેલી યોજાઈ હતી જેમાં પ્રજ્ઞાચક્ષુ લોકો કાર ચાલકના નેવીગેટર બન્યા હતા. અમદાવાદના અંધજન મંડળ ખાતેથી કાર રેલી યોજવામા આવી હતી જેમાં કારના ચાલકને કયા રસ્તે જવુ, કઇ બાજુ ટર્ન લેવો વગેરે અંગે માર્ગદર્શન આપવા માટે કારમા પ્રજ્ઞાચક્સુ વ્યક્તિ બેઠી હતી.

 અંધજન મંડળ અને એક સંસ્થા દ્વારા યોજાયેલી 45 કીલોમીટરની કાર રેલીમા 90થી વધુ પ્રજ્ઞાચક્સુ લોકોએ ભાગ લીધો હતો. પોલીસ કમીશ્નર દ્વારા લીલી ઝંડી આપીને રેલીની શરુઆત કરવામા આવી. રેલી આયોજન કરવાનો હેતુ ઓર્ગન ડોનેશન માટે લોકોમાં જાગૃતિ આવે અને ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે લોકો પાલન કરે તે માટે હતો.

  સ્પર્ધામા ભાગ લઇ રહેલા પ્રજ્ઞાચક્ષુઓને બ્રેઇનલીપીમા એક નકસો આપવામા આવ્યો હતો. અને તેના આધારે તેઓ કાર ચાલકને માર્ગ દર્શન આપતા હતા. કાર ચાલકના માર્ગદર્શક બનેલા પ્રજ્ઞાચક્સુ લોકો સ્પર્ધામા ભાગ લઇ આનંદ અનુભવી રહ્યા હતા. દરવર્ષે આ પ્રકારની રેલી યોજવામાં આવે છે, ત્યારે કેટલાક સ્પર્ધક તો એવા હતા જેઓ 3થી વધુ વાર ભાગ લીધો હતો. પ્રજ્ઞાચક્ષુ લોકોને ભલે દ્રષ્ટી ન હોય પરંતુ તેઓ અંતરની દ્રષ્ટી અને મનોબળથી કપરા કાર્ય પણ સરળતાથી કરી શકે છે.

(8:55 pm IST)