Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

નર્મદાના આમલીગામની સીમમાંથી દેશી મઝર લોડ બંદુક સાથે આરોપી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

પકડાયેલ આરોપી રાત્રીના સમયે શિકાર કરવા માટે આ બંદૂકનો ઉપયોગ કરતો હતો.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસ વડા હિમકર સિંહ(IPS)ના માર્ગદર્શન અને સુચના હેઠળ એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.તથા પો.સ.ઇ. સી.એમ.ગામીત એલ.સી.બી.એ પોલીસ સ્ટાફ મારફતે જીલ્લામાં ગે.કા હથીયારો રાખતા તથા તેનો ઉપયોગ કરતા શખ્શોને પકડી પાડવા સ્ટાફને આપેલ સુચના અનુસાર એ.એસ.આઇ મહેશભાઇ રમણભાઇને બાતમી મળેલ કે,મનીયાભાઈ શામળભાઇ વસાવા (રહે. આમલી તા.નાંદોદ,જી.નર્મદા )રાત્રીના સમયે શિકાર કરવા માટે દેશી હાથ બનાવટની બંદુકનો ઉપયોગ કરે છે.જે બંદુક તેણે લીંબાગમાણ વગામાં જંગલવાળા ખેતરમાં છુપાવી હોવાની બાતમીના આધારે મનીયાભાઇ વસાવાને સાથે રાખી તેના ખેતરમાં અલગ અલગ જગ્યાએ તપાસ કરતા એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ ખાંડણીયા બંદુક કિ.રૂ.૧૦૦૦ તથા દારૂખાનુ આશરે ૫૦ ગ્રામ આરોપી સાથે કબજે કરી તેના વિરૂધ્ધ રાજપીપળા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

(8:38 pm IST)