Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

સુરત જિલ્લામાં નશાના નેટવર્કનો પર્દાફાશ :ઓલપાડના ફૂરસદમાંથી 600 કિલો ગાંજાનો જંગી જથ્થો ઝડપાયો

આરોપીએ ખુલ્લા ખેતરમાં બનાવ્યું હતું ગોડાઉન : ઓરિસ્સાથી મંગાવી છૂટક સપ્લાઈ કરતો : કોથળામાં ગાંજો ભરી રાખતો

સુરત : સુરત જિલ્લામાં નશાના નેટવર્કનો પર્દાફાશ થયો છે સુરત જિલ્લામાં નશાની તસ્કરી કરતા એક શખ્શને લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઓલપાડમાં એક દરોડો પાડી ઝડપી પાડ્યો છે.આ શખ્સે ઓલપાડના કુદસદ ગામે આ વ્યક્તિએ ગોડાઉન બનાવી ગાંજાનો ધંધો શરૂ કર્યો હતો. ઝડપાયેલા શખ્સ સાથે પોલીસે  600 કિલો એટલે કે 30 મણ ગાંજો ઝડપી પાડ્યો છે.

પોલીસની રેડમાં ઝડપાયેલા શખ્સે કુદસદ ગામે આવેલા એક ખુલ્લા ખેતરમાં ગોડાઉન બનાવ્યું હતું અને તેમાં ખાતરના કોથળામાં ગાંજો ભરી રાખ્યો હતો. આ ગાંજો તે ઓરિસ્સાથી મંગાવી અને છૂટકમાં સપ્લાય કરતો હતો. જોકે, પોલીસને આ બાબતની જાણ થતા જ આજે સુરત જિલ્લાની એલસીબી અને એસઓજી પોલીસ ત્રાટકી હતી અને નશાના કારોબારનો પર્દાફાશ કર્યો હતો.
પ્રાપ્ત અહેવાલો મુજબ ઓલપાડમાંથી ગાંજા સાથે ઝડપાયેલો શખ્શ અગાઉ પણ ગાંજા સાથે ઝડપાયો હતો. આ શખ્સ અગાઉ 14 કિલો ગાંજા સાથે ઝડપાયો હતો પરંતુ તે છૂટી ગયો હતો તેમ છતાં તેણે નશાનો કારોબાર બંધ કર્યો નહોતો. ગાંજાની કિંમત પણ ઉંચી હોય છે ત્યારે આટલો મોટો જથ્થો તેણે સાચવી રાખ્યો ત્યારે પોલીસને બાતમી મળી હતી અને તેના આધારે આ આ નેટવર્ક ઝડપાયું હતું

લાખોમાં કિંમત હોવાનું અનુમાન

પ્રાપ્ત અહેવાલો મુજબ 600 કિલો ગાંજાની બજાર કિંમત લાખો રૂપિયા હોવાનું અનુમાન છે. જોકે, ગાંજાના કોઈ સ્ટાન્ડર્ડ ભાવ નથી હોતા પરંતુ નશાના બજારમાં જરૂરિયાત અને સપ્લાયના આધારે કાળો કારોબાર કરવામાં આવે છે. આ પ્રકારના હોલસેલરો છૂટક સપ્લાયરોને ગાંજો વેચી મારતા હોય છે ત્યારે દક્ષિણ ગુજરાતમાંથી પોલીસને લાખો રૂપિયાની કિંમતનો અંદાજ ધરાવતો 30 મણ ગાંજો ઝડપી પાડવામાં સફળતા મળી છે

(8:32 pm IST)