Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

અરવલ્લીમાં વધુ એક જોખમી સવારીનો વિડીયો વાયરલ :તંત્રની મિલીભગતથી મેઘરજમાં બસની છત પર મુસાફરી

આરટીઓ અને પોલીસની મિલીભગતથી વાહનચાલકોને છૂટો દોર

અરવલ્લીમાં વધુ એક જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે  મેઘરજમાં ખાનગી બસ પર ક્ષમતા કરતા વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. રાજસ્થાનથી ગુજરાત પ્રવેશતી બસ પર મુસાફરો મોતની સવારી કરી રહ્યા છે.

   આરટીઓ અને પોલીસની મિલીભગતથી વાહનચાલકોને છૂટો દોર મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. માત્ર થોડા રૂપિયાની લાલચમાં અનેક મુસાફરોના જીવ જોખમમાં મુકવામાં આવી રહ્યા છે.

(6:29 pm IST)