Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

સાબરમતીમાં ગંદૂ પાણી ખદબદી રહ્યું છે, આ એશિયાની સૌથી શુદ્ધ નદી ?: કોંગ્રેસના પ્રહાર

સાબરમતીમાં કેમિકલ છોડાય છે તો સ્વચ્છ કેવી રીતે? : વિડિઓ પોસ્ટ કરી સીએમ રૂપાણીના દાવાને પડકાર્યો

અમદાવાદની સાબરમતી નદી મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં નિવેદન આપ્યું છે કે સાબરમતી એશિયાની સૌથી શુદ્ધ નદી છે. જે અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ સાબરમતી નદીના કેમિકલવાળા પાણીનો વીડિયો ટ્વીટ કરી કટાક્ષ કર્યો હતો

  મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના દાવા પર પ્રદેશ કોંગ્રેસે કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એક વીડિયો પોસ્ટ કરી કટાક્ષ કર્યો છે. સાબરમતી નદીમાં ખદબદતા પ્રદૂષણનો વીડિયો પોસ્ટ કરી સીએમ રૂપાણીને અમિત ચાવડાએ સવાલ કર્યો છે. તેમણે કહ્યું હતું કે સાબરમતી નદીમાં મોટી માત્રામાં કેમિકલ છોડાય છે. નદીમાં ગંદૂ પાણી ખદબદી રહ્યું છે તો નદી કેવી રીતે સ્વચ્છ કહેવાય?

  અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાબરમતી નદીને લઇ એક નિવેદન આપ્યું હતું. જેમા તેમણે દાવો કર્યો હતો કે સાબરમતી નદી એશિયાની સૌથી સ્વચ્છ નદીઓમાંની એક નદી છે.

 

(6:17 pm IST)