Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

સુરતનાં વેસુમાં કારમાં બેઠેલાં યુગલની બંદૂકની અણીએ લૂંટ: ATMમાંથી રૂપિયા કાઢવા જતા લૂંટારુ CCTVમાં કેદ

બંદૂકની અણીએ બંધક બનાવી એટીએમ કાર્ડ અને મંગેતર પાસેથી આઠ હજાર પણ પડાવી લીધા

સુરતના વેસુ વીઆઈપી રોડ પર કપલ પાસેથી બંદૂકની અણીએ લૂંટ ચલાવવામાં આવી છે. કારમાં મંગેતર સાથે બેઠેલા યુવક પાસેથી રોકડ રકમ સહિત એટીએમની લૂંટ કરી લૂંટારુ ફરાર થઇ ગયા છ

હિન્દીભાષી લૂંટારુઓ પૈકીના એક શખ્શે કારની અંદર જ લીબંદૂકની અણીએ બંધક બનાવી એટીએમ કાર્ડ તેમજ મંગેતર પાસેથી આઠ હજાર પણ પડાવી ધા છે. એક લૂંટારુ એટીએમમાં રૂપિયા કાઢવા જતા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો છે.

ઘટના અંગે યુવકે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે સાથે જ લૂંટ દરમિયાન ઝપાઝપીમાં લુટારુની બંદૂક યુવકે લઈ લીધી હતી. જે બંદૂક પણ પોલીસને સોંપવામાં આવી છે. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે લુટારુની તપાસ શરૂ કરી છે.

(6:14 pm IST)