Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

ઠંડીનો લાભ લઈને રાજપીપળાની રાજેન્દ્રનગર સોસાયટીમાં તસ્કરોનો તરખાટ : ૩૦હજારની ચોરી

કુલ 3 મકાનો પૈકી એક રહેણાંક મકાન માંથી ૩૦ હજાર ની ચોરી,અન્ય ૨ મકાનોના નકુચા તોડવાનો પ્રયાસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના હાર્દસમાં વિસ્તારમાં આવેલી રાજેન્દ્રનગર સોસાયટીમાં ગતરાત્રે અજાણ્યા ચોરો એ શિયાળાની ઠંડીનો લાભ લઈ ત્રણ મકાનોમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો જોકે તે પૈકી ફક્ત એક મકાનમાં ચોરી કરી અન્ય બે મકાનોના નકુચા તોડવા પ્રયાસ કરાયો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી.
   પ્રાપ્ત માહિતી અનુસાર રાજેન્દ્રનગર સોસાયટીમાં રહેતા મુકેશભાઈ ચીમનભાઈ પટેલે આપેલી ફરિયાદ મુજબ તેમના મકાનમાં ગતરાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિઓએ રોકડા રૂ.૨૦,૦૦૦/- તેમજ એક મોબાઈલ ફોન કિંમત- ૧૦,૦૦૦/-મળી કુલ રૂપિયા ૩૦ હજાર ની ચોરી કરી હતી જ્યારે નજીકના અન્ય બે મકાનોમાં ચોરી કરવા પ્રયાસ કર્યો પરંતુ આ બંધ મકાનના દરવાજાના નકુચા તોડવામાં સફળ ન થતા ફક્ત મુકેશ પટેલના મકાનમાંથી જ રોકડ રકમ અને મોબાઈલ મળી ૩૦ હજાર ની ચોરી કરી ચોરટા ફરાર થઈ ગયા હતા. રાજપીપળા પોલીસે મુકેશ પટેલની ફરિયાદ ના આધારે અજાણ્યા ચોરોને પકડવા સીસીટીવી ફૂટેજ ચકાસી તપાસ હાથ ધરી છે.

(5:49 pm IST)