Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

લો બોલો: મોબાઈલ ચાર્જર જેવી મામુલી વાતે કુહાડીનો હાથો મારી જાન થી મારી નાંખવાની ધમકી આપી

તિલકવાડાના કારેલી ગામે બે પાડોશી મિત્રો વચ્ચે ચાર્જર બાબતે બબાલ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : તિલકવાડાના ના કારેલી ગામમાં બે મિત્રો વચ્ચે મોબાઈલ ના ચાર્જર બાબતે માથાકૂટ થતા એકે બીજાને કુહાડીનો હાથો મારી ધમકી આપી હતી.
પ્  રાપ્ત માહિતી અનુસાર કારેલી ગામમાં રહેતા પોપટભાઈ ઝીણાભાઈ બારીયા પાડોસ માં રહેતા અશોક રમણભાઈ તડવી પાસે મોબાઈલ ચાર્જર માંગતા અશોકે જણાવેલ કે હુ તારૂ ચાર્જર નથી લાવ્યો મારી પાસે કેમ લેવા આવ્યો છે.તેમ કહી પોપટભાઈ સાથે ગાળા ગાળી કરી ઝઘડો કર્યા બાદ તેના હાથમાની નાની કુહાડીનો હાથો ડાબા કાન પર માથાના ભાગે મારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે અશોક વિરુદ્ધ ફરિયાદ થતા તિલકવાડા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:36 pm IST)