Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

વિરમગામના દલવાડી ફળીમાં ચામુંડા માતાજીના મઢે નવચંડી યજ્ઞ યોજાયો

સમસ્ત પટ્ટણી ચાવડા પરીવાર વિરમગામ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ:અમદાવાદ જીલ્લાના વિરમગામ   શહેરમાં દલવાડી ફળીમાં ચામુંડા માતાજીના મઢે નવચંડી યજ્ઞ યોજાયો હતો. રવિવારે સવારે શાસ્ત્રોકત વિધીથી નવચંડી યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યોહતો અને સાંજે શ્રીફળ હોમીને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સતવારા જ્ઞાતિના બંધુઓએ નવચંડી યજ્ઞ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સમસ્ત પટ્ટણી ચાવડા પરીવાર વિરમગામ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

(5:06 pm IST)