Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

નવસારીના ચીખલી તાલુકાના વાંઝણા ગામે મંદિરના લાભાર્થે આયોજીત ગીતા રબારીના ડાયરમાં શ્રોતાઓ આફ્રીન: ભારતીય ચલણ સાથે ડોલરનો પણ કર્યો વરસાદ

નવસારી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાંઝણા ગામે આવેલ મેલડી માતાના મંદિરના લાભાર્થે કચ્છની કોયલ ગીતા રબારીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ડાયરામાં 10, 20 અને 2000 ની નોટો સહિત યુએસ ડોલરનો પણ વરસાદ થયો હતો. આ ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો.

ડાયરામાં એકત્ર થયેલી રકમને મંદિરના લાભાર્થે તેમજ અન્ય સામાજીક કામોમાં ઉપયોગ કરવામાં આવનાર છે. ગીતા રબારી દ્વારા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરતા સ્વચ્છતાના સંદેશને લોકો સુધી પહોચાડવા માટે કાપડની થેલીનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું.

ગીતા રબારીના ડાયરામાં અગાઉ પણ નવસારી જિલ્લામાં ડોલરનો વરસાદ થયો છે.

(2:48 pm IST)