Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

અમદાવાદમાં આતંકી હુમલાની ભીતિ : એલર્ટ

જૈશ અને અલ હિંદ આંતકી સંગઠનો હુમલો કરે તેવા ઇનપુટઃ ભીડવાળી જગ્યા, પર્યટન, હેરીટેજ સ્થળો ટારગેટ

અમદાવાદઃ  અમદાવાદમાં જૈશ-એ-મોહમદ અને અલ હિન્દ આતંકી સંગઠન હુમલો કરે તેવા   ઇનપુટસ મળઇતા પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે. આતંકી હુમલાની દહેશતને લઇ શહેરીજનોને સતર્ક રહેવા પોલીસ કમીશ્નર આશિષ ભાટીયાએ જાહેરનામુ બહાર પાડયું છે. પોલીસ કમીશ્નરે જાહેર નામુ બહાર પાડી  જણાવ્યું છે કે જાહેર સ્થળો કે જાહેર જનતાની અવર-જવર વધુ રહેતી હોય તેવી જગ્યાઓ, જેવી કે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે  જેવા સ્થળોએ સાઇકલ મોટર સાઇકલ કે ફોર વ્હીલમા બોંબ જેવી વિસ્ફોટક સામગ્રી ફીટ કરીને બ્લાસ્ટ દ્વારા ભયાવહ કૃત્યને અંજામ આપવામા આવી શકે છે.

પ્રાપ્ત માહીતી અનુસાર પોલીસને ઇનપુટસ મળ્યા છે કે તાજેતરમાં મહારાષ્ટ્રમાં ગઢચિરોલી જિલ્લામાં પોલીસના વાહનો ઉપર એલઇડી બ્લાસ્ટ કરવામા આવ્યો હતો. તેવી રીતે આતંકી હુમલો થઇ શકે છેક. આ સિવાય સોશ્યલ મીડીયાના ટેલીગ્રામ ચેનલ અલ હિં અને જૈશ-એ-મોહમંદ જેવા આતંકી સંગઠનો દ્વારા શાંતિ ડહોળવાના ધમકી ભર્યા ઇ-મેલ પણ પોલીસને મળ્યા છે.

(12:23 pm IST)