Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

ચીનના કોરોના વાઇરસની અસર હેઠળ સુરતના હીરા ઉદ્યોગ પણ આવી શકે !!: સુરતથી ૪૦ ટકા હિરાની નિકાસ હોંગકોંગ થાય છે

 સુરત : ચીનના વુહાનથી દુનિયા ભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસની અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે. હોંગકોંગમાં 3જી માર્ચ સુધી વેકેશન જાહેર છે. વુહાન બાદ હોંગકોંગમાં પણ કોરોનાની અસર છે. હોંગકોંગ હાલ ચીનના તાબા હેઠળ છે. સુરથી 37 ટકા હીરાનું એક્સપોર્ટ હોંગકોંગ થાય છે. પોલીશ્ડ ડાઈમંડની જ્વેલરીનું સૌથી વધુ એક્સપોર્ટ થાય છે. વેકેશન જાહેર થતા હીરા ઉદ્યોગને ખુબ નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. માર્ચમાં યોજનારા એક્ઝિબિશનને પણ અસર થઈ શકે છે.

અત્રે જણાવવાનું કે કોરોના વાઈરસે ચીન સહિત દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. ચીનનું વુહાન શહેર સૌથી વધુ પ્રભાવિત છે. વુહાનમાંથી આજે પણ 323 ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયાનું એક વિશેષ વિમાન ભારત પહોંચ્યું. દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર વિમાનમાં સવાર મુસાફરોના સ્ક્રિનિંગ માટે ડોક્ટરોની ટીમ તહેનાત કરવામાં આવી. ભારતીયોની સાથે માલદીવના પણ કેટલાક નાગરિકોને વિમાનમાં લાવવામાં આવ્યાં છે.

વુહાન જ એ જગ્યા છે જ્યાંથી કોરોના વાઈરસ ફેલાયો અને તેણે અત્યાર સુધી 304થી વધુ લોકોના જીવ લીધા છે. 10,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને વાઈરસ 17 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.

(11:59 am IST)