Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

૨૦ પાલિકા વિસ્‍તારોમાં રેલ્‍વે ક્રોસીંગ ઉપર ઓવરબ્રિજ અંડરબ્રિજ માટે ૭૫૭.૩૭ કરોડ ફાળવતા વિજયભાઇ રૂપાણી

સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી યોજના અનાયે મંજૂરી

રાજકોટ, તા.૧: ર્ંમુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ફાટક મુક્‍ત ગુજરાતની નેમ ને સાકાર કરવાની દિશામાં આગળ ધપતા રાજયની ૨૦ નગરપાલિકા વિસ્‍તારમાં આવેલા રેલ્‍વે ક્રોસિંગ પર ૧૬ રેલ્‍વે ઓવર બ્રિજ અને ૧૦ રેલ્‍વે અંન્‍ડર બ્રિજ માટે ૭૫૭.૩૭ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

વિજયભાઈ રૂપાણી એ આપેલી આ મંજૂરી અનુસાર જે નગરોમાં ૧૬ રેલ્‍વે ઓવર બ્રિજ બનવાના છે તેમાં ઓખા પાલીતાણા પાટણ તલોદ વિસનગર કરમસદ ઉમરેઠ અને બારડોલી માં ૧ ૧ રેલ્‍વે ઓવર બ્રિજ તેમજ વેરાવળ હિંમતનગર આણંદ અને પેટલાદમાં ૨ ૨ ઓવરબ્રિજ બનશે.

ર્ંમુખ્‍યમંત્રી એ સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અન્‍વયે આ રેલ્‍વે ઓવર બ્રિજ તેમજ રેલ્‍વે અંડર બ્રિજના કામો માટે મંજૂરી આપી ર્છેં.

રાજયના જે ૧૦ નગરોમાં રેલ્‍વે અંડર બ્રિજ બનવાના છે તે નગરોમાં સિક્કા નડિયાદ બોપલ દ્યુમાં ઉના કેશોદ ડીસા પેટલાદ વ્‍યારા નગરોમાં ૧ ૧ અને ગાંધીધામ માં ૨ રેલ્‍વે અંડર બ્રિજ નિર્માણ પામશે.

(11:50 am IST)