Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

ડીસાના ઢુવા કેનાલમાંથી મૃત નવજાત બાળક મળ્યું

નવજાતને તરછોડનાર પર લોકોએ ફિટકાર વરસાવ્યો: પંથકમાં ચકચાર

 

ડીસા તાલુકાના ઢુવા ગામમાંથી પસાર થતી દાંતીવાડા ડેમની કેનાલમાંથી તાજું જન્મેલું બાળક મળી આવ્યુ હતું જે સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરી ઉઠતા લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા.જો કે ઠંડીમાં નવજાતનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તબક્કે જણાતું હતું બાદમાં નવજાત બાળકને ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યું હતું. પરંતુ નવજાતને તરછોડનાર નરાધમો ઉપર લોકોએ ફિટકાર વરસાવ્યો હતો. જેને લઈ પંથકમાં અવનવા તર્ક વિતર્કો સાથે ચકચાર મચી જવા પામી છે.

(11:51 pm IST)