Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી: દબાણ તોડવાની કામગીરી સામે ભારે રોષ ફેલાયો :સરકારી બાંધકામ પણ તોડવા માંગ

ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી હતી કે હજુ તો હાઇકોર્ટની કોપી નથી મળી તે પહેલાં જ કેટલાક મકાનો અને બાંધકામ તોડાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત હાઈકોર્ટેના ચુકાદા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કેવડિયા શ્રેષ્ઠ ભારત ભવન સુધીના જુલાઈ 2019 પછીના દબાણો તોડવા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળ પર પહોંચી હોય આમ તંત્ર ઉતાવળું થતા સ્થાનિકો લોકો રોષે ભરાયા હતા

  કેવડિયા 6 ગામ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ચૂકાદો આપ્યો હતો જેમાં 10 દિવસમાં કમિટી બનાવી સરકારને ગ્રામજનો કોર્ટ સમક્ષ સમાધાનની ફોર્મ્યુલા મૂકે સાથે નવા બાંધકામો પર જુલાઈ 2019 થી સ્ટે હતો ત્યારે જુલાઈ 2019 પછીના બાંધકામો તોડી પાડવા હાઇકોર્ટે જણાવતા ગઇકાલ સાંજથી દબાણો તોડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

  તેથી ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી હતી કે હજુ તો હાઇકોર્ટની કોપી નથી મળી તે પહેલાં જ કેટલાક મકાનો અને બાંધકામ તોડવામાં આવ્યા છે.એમાં ઘણા જુલાઈ 2019 પહેલાના છે એ પણ તોડવાનો પ્રયાસ કરાયો છે એમ જણાવી રોષ વ્યક્ત કર્યો અને આક્ષેપ કર્યો હતો કે જૂલાઇ 2019 પછીના જે પાકા ઘણા સરકારી બાંધકામ છે તેને પણ તોડવામાં આવે

 અત્રે  ઉલ્લેખનીય છે કોર્ટે જ્યારે સુખદ સમાધાન માટે ચૂકાદો આપ્યો છે ત્યારે ગ્રામજનોને એક સમય મર્યાદા પણ આપવામાં આવે એ જરૂરી છે.ખાસ વાત એ છે કે કોર્ટના ચુકાદા બાદ તાત્કાલિક અસરથી બાંધકામ તોડવા માટે પોલીસ કાફલા સાથે જ્યારે ટીમ દોડી જાય છે ત્યારે ગ્રામજનોમાં એક જાતનો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.કોર્ટે જ્યારે સુખદ સમાધાનની પ્રક્રિયા હાથ ધરવાની વાત કરી હોય ત્યારે ગ્રામજનો સાથે સરકારી તંત્ર સુમેળ ભર્યા વાતાવરણમાં જે છે તે હટાવે એ જરૂરી છે.કારણ કે જો પોલીસ દ્વારા બળ વાપરી દબાણ દૂર કરવાની કોશિશ કરવામાં આવે તો ઘર્ષણની શક્યતા પણ થઈ શકે છે.આ બાબતે સરકારી તંત્ર અને ગ્રામજનો સાથે બેઠક કરી અને દબાણો દૂર કરવાની કાર્યવાહી કરે એ જરૂરી છે.જેનાથી વાતાવરણ ડહોળાઇ નહિ અને ગ્રામજનોનો પણ વિરોધ ન થાય.

(7:33 pm IST)