Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

રાજકોટના પૂર્વ ડે. ડી.ડી.ઓ. વદર આરોગ્ય રાજય મંત્રીના પી.એસ.

રાજકોટ, તા. ર : બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી જે.બી. વદર (જી.એ.એસ.)ને સરકારે રાજય કક્ષાના આરોગ્ય મંત્રીશ્રી કુમાર કાનાણીના અંગત સચિવ તરીકે નિયુકત કર્યા છે. તેઓ અગાઉ રાજકોટ જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ૩ વર્ષથી વધુ સમય ફરજ બજાવી ચૂકયા છે. મંત્રીશ્રીના કાર્યાલયમાં તેમને પ્રથમ વખત નિમણૂક મળતા અભિનંદન વર્ષા (મો. ૯૯રપર ૩ર૩પ૦) થઇ રહી છે.

(12:37 pm IST)