Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ફુલવાડી ગામના પાટીયા પાસે ગાડી રીપેર કરતા પુરપાટ ધસી આવેલી હાઈવા ટ્રકે ટક્કર મારતા 6 ને ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ફુલવાડી ગામના પાટિયા પાસે માર્ગમાં બગડેલી પીકઅપ ગાડી નં.GJ -06- W-4695 માં કેળા ભરેલ હોય એ લોડીંગ ગાડીના પાછળના વહીલની એક્સલ તુટી જતા પાછળનું વ્હીલ નીકળી ગયુ હોવાથી પ્યારાસાબ પ્રતાપસિંહ સિન્યા (રહે. તાંદળજા,વડોદરા) તેમજ અન્ય 5 વ્યક્તિઓ ગાડીનું સમારકામ કરતા હતા તે વખતે રાજપીપલા તરફથી એક હાઇવા ટ્રક નં.3 -15-AT- 6669 નો ચાલક પોતાની હાઇવા ટ્રક પૂરઝડપે હંકારી લાવી ત્યાં ઉભેલી બે ગાડીઓને પાછળથી ટક્કર મારી ત્યાં ઉભેલા 6 ને ગંભીર ઇજાઓ કરી નાસી છૂટ્યો હતો. રાજપીપળા પોલીસે પ્યારસાબની ફરિયાદ મુજબ તપાસ હાથ ધરી છે.

(10:38 pm IST)