Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

અમદાવાદના સરખેજ વિસ્તારમાં લાકડાનાં ગોડાઉનમાં આગ :ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

હજી સુધી આગ લાગવાનું કારણે અકબંધ

અમદાવાદ : અમદાવાદના  સરખેજ વિસ્તારમાં લાકડાનાં પીઠામાં આગ લાગી હોવાના સમાચાર છે. આ આગ સરખેજ પોલીસ સ્ટેશનની સામે લાગી છે. આ આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાાસ્થળે પહોંચી ગઇ છે. જો કે હજી સુધી આગ લાગવાનું કારણે અકબંધ છે

 અત્રે . ઉલ્લેેખનીય છે કે, આ પહેલા શહેરનાં બાપુનગર વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી. જ્યા બાપુનગર વિસ્તારમાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્સમાં ભયંકર આગ લાગી હતી. જો કે આ આઆગને ગણતરીની મિનિટોમાં જ કાબુમાં લેવામાં આવી હતી.

(10:14 pm IST)