Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

વડોદરાના જેતલપુર રોડ વિસ્તારમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ મહિલા સેલ્સમેનની નજર સેરવી સોનાનો ચેઇન લઇ રફુચક્કર

વડોદરા: શહેરના જેતલપુર રોડ વિસ્તારના જ્વેલર્સ શોરૃમમાં ચેન ખરીદવા આવેલી એક અપટુડેટ મહિલા સેલ્સમેનની નજર ચૂકવી ચેન લઇ ફરાર થઇ ગઇ હતી.

જેતલપુર રોડના ગાડગીલ જ્વેલર્સમાં ગઇ તા.૨૬મી નવેમ્બરે બપોરે એક જિન્સ પેન્ટ,ટી શર્ટ અને ગોગલ્સ પહેરેલ એક મહિલા આવી હતી.

હિન્દી અને ગુજરાતીમાં વાત કરતી મહિલાએ ચેન જોવા માંગી હતી.સેલ્સમેને પહેલા ચાર ચેન બતાવતા મહિલાએ તેમાંથી બે ચેન બાજુએ મુકાવી હતી.ત્યારબાદ બીજી ચાર ચેન મંગાવી તેમાંથી ત્રણ ચેન બાજુએ મુકાવી હતી.પરંતુ ત્યારપછી તે ખરીદી કર્યા વગર ચાલી ગઇ હતી.

(5:11 pm IST)